Tenses : આ રીતે તૈયારી કરો, કાળ ભૂલવા હશે તો પણ નહી ભૂલાય. #01 #kishan s...


Tenses Practice Video Series : 1 of 10

 અંગ્રેજી ભાષાનો પાયો એટલે 'કાળ'. કોલેજનો વિદ્યાર્થી 5th ધોરણથી કાળ શીખતો આવે અને છતાં પણ 10 વર્ષના અભ્યાસ પછી પણ કાળમાં હજુયે ફાફા જ હોય. 
કારણ?
કારણ સાવ સિમ્પલ છે, દર વખતે શીખાય છે પણ જોઈએ એટલી પ્રેક્ટીસ થતી નથી, કરી નથી.

મિત્રો, જ્યાં સુધી અંગ્રેજીમાં તમે કાળનો કાળ નહી કરો ત્યાં સુધી કાળ તમારો કાળ કરતા જ રહેશે. કાળ/Tenses આવડે એટલે અંગ્રેજીમાં બાકી બધું સરળ લાગે, આવડે, આવડે એટલે અંગ્રેજી ગમે, આત્મવિશ્વાસ વધે, તમને તમારા પર ભરોસો બેસે, અને આ બહુ મોટી વાત છે, આ આત્મવિશ્વાસની ટીકડી ક્યાય દુકાને નહી મળે.

એંજલ ઇંગ્લિશ એકેડમીના વિદ્યાર્થીને ક્યારેય કાળમાં પ્રોબ્લેમ રહેતો જ નથી, એટલી પ્રેક્ટીસ કિશન સર કરાવે.

કાળ માટે કેવીરીતે અને કેટલી પ્રેક્ટીસ કરવી તેના માટે 10 videos ની series તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. આ રીતે અભ્યાસ કરશો, કરજો જ, કાળ આજીવન નહી ભૂલાય, તેની bullet proof ગેરેંટી.
અને
કાળ આવડશે એટલે અંગ્રેજીમાં બોલતા કે સમજતા આવડશે. પરીક્ષામાં રેન્ક આવશે, જોબ મળશે. ક્યાય વર્ણનાત્મક લખવાનું થાય તો લખી શકે.

અસ્તુ..

Video ને Like-Comment-Share કરતા રહેજો

Kishan sir,
Angel English Academy
9016226269 / 8347262428
Tenses : આ રીતે તૈયારી કરો, કાળ ભૂલવા હશે તો પણ નહી ભૂલાય. #01 #kishan s... Tenses : આ રીતે તૈયારી કરો, કાળ ભૂલવા હશે તો પણ નહી ભૂલાય. #01 #kishan s... Reviewed by Angel on 9:46:00 PM Rating: 5

No comments:

Powered by Blogger.